A warm welcome to everyone visiting the website of
Hill Memorial High School.
Our school works with a rich educational tradition,
keeping quality education, values, discipline and the
overall development of students at the centre of our work.
Our aim is to recognise the inner potential of every child
and prepare them for the future with confidence,
creativity and responsibility.
While embracing modern technology and the changing needs
of our times, we strive to develop a scientific outlook,
reasoning ability, digital skills and innovative thinking
among our students. At the same time, we give equal
importance to life values such as humanity, ethics,
empathy and social responsibility.
Every student is unique to us. One may have strengths in
academics, another in sports, another in art and culture,
and another in leadership. The role of the school is to
recognise these talents and provide the right direction
and environment for their growth.
Teachers, students, parents and society are all our
companions in this journey. With mutual trust,
cooperation and a spirit of continuous improvement,
we are committed to taking the school towards brighter
heights.
We believe that good qualities can help a student become successful,
but good values help that student become an excellent human being.
Our greatest success is seeing our students become rich
in knowledge, independent in thought, cultured in conduct
and responsible in life.
Let us work together to shape capable, sensitive and
responsible citizens of tomorrow.
હિલ મેમોરિયલ હાઈસ્કૂલની વેબસાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
અમારી શાળા સમૃદ્ધ શૈક્ષણિક પરંપરા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ,
સંસ્કાર, શિસ્ત અને સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને
કાર્યરત છે. અમારું ધ્યેય દરેક બાળકની આંતરિક પ્રતિભાને ઓળખી,
તેને આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને જવાબદારી સાથે ભવિષ્ય માટે
તૈયાર કરવાનું છે.
આધુનિક ટેકનોલોજી અને બદલાતા સમયની જરૂરિયાતોને સ્વીકારતાં
અમે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ, ડિજિટલ
કૌશલ્ય અને નવીન વિચારસરણી વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
સાથે સાથે માનવતા, નૈતિકતા, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારી
જેવા જીવનમૂલ્યોને પણ એટલું જ મહત્વ આપીએ છીએ.
અમારા માટે દરેક વિદ્યાર્થી વિશિષ્ટ છે. કોઈની શક્તિ અભ્યાસમાં
છે, કોઈની રમતગમતમાં, કોઈની કલા-સંસ્કૃતિમાં તો કોઈની
નેતૃત્વક્ષમતામાં. શાળાનું કાર્ય આ પ્રતિભાને ઓળખી તેને યોગ્ય
દિશા અને વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડવાનું છે.
આ યાત્રામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ સૌ અમારા
સહયાત્રી છે. પરસ્પર વિશ્વાસ, સહકાર અને સતત સુધારાની ભાવના
સાથે અમે શાળાને વધુ ઉજ્જવળ ઊંચાઈઓ તરફ લઈ જવા પ્રતિબદ્ધ છીએ.
We believe that good qualities can help a student become successful,
but good values help that student become an excellent human being.
આપણા વિદ્યાર્થીઓ જ્ઞાનમાં સમૃદ્ધ, વિચારમાં સ્વતંત્ર,
વર્તનમાં સંસ્કારી અને જીવનમાં જવાબદાર બને એ જ અમારી સૌથી
મોટી સફળતા છે.
ચાલો, સાથે મળીને આવતીકાલના સક્ષમ, સંવેદનશીલ અને જવાબદાર
નાગરિકોનું ઘડતર કરીએ.